ભુજમાં નજીવી બાબતે યુવકને છરી વડે ઇજાઓ પહોચાડતા ફરિયાદ નોંધાઈ

ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં મહાદેવભારતી જયેશભારતી ગુસાઈએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ કઈ કાલે આશરે 6 વાગ્યાના અરસામાં GJ-12-EF-3453 એક્ટિવા દ્વારા જબલેશ્વર મહાદેવ મંદિરની પાસે આવેલ બી.કે હેર સ્ટાઇલમા વાળ-દાઢી કરાવવા માટે ગયો હતો. ત્યા સમય લાગવાનો હોવાથી તે ઘરે જવા માટે દુકાનમાથી બહાર નિકડી જોતાં એક્ટિવા પર હાર્દિક પરેશભાઈ પાવાણી બેઠેલ હતો. જેથી ફરિયાદીએ હાર્દિકને કહેલ કે મારે ઘરે જવું છે એક્ટિવા પરથી નીચે ઉતર. જેથી આરોપી નીચે ઉતરી જઈ ફરિયાદીને ગાડો આપવા લાગે છે. ફરિયાદીએ ગાડો આપવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈ ગાલ પર બચકું ભરી લીધું અને ધકબુશટનો માર મારવા લાગ્યો હતો. અને રોડ પર પડેલો ધોકો લઈ એક્ટિવાને નુકશાન પહોચાડ્યું હતું. ફરિયાદી મહાદેવભારતીએ હાર્દિક પાસેથી ધોકો ઝૂંટવી લેતા આરોપીએ છરી પીઠના ભાગે મારી હતી અને ડાબા હાથની આંગળીમાં પણ ઇજાઓ પહોચાડી હતી, તે સમય દરમિયાન ફરિયાદીના પિતા જયેશભારતી આવતા આરોપી હાર્દિકે તમને પણ બચકું ભર્યું હતું. આ સમય દરમિયાન ઝપાઝપી થતાં ફરિયાદીના માતાએ આવીને ત્રણેયને છોડાવ્યા હતા. આ ઘટના દરમિયાન રાડારાડી થતાં આરોપી હાર્દિક ત્યાથી ભાગી ગયો હતો અને જતાં જતાં ધમકી આપી ગયો હતો. મહાદેવભારતીને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવાયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.