પાક. PMએ કરતારપુર કોરિડોરનો કર્યો શિલાન્યાસ

પાકિસ્તાનના વડાપ્રધાન એવા  ઇમરાન ખાને આજરોજ  કરતારપુર કોરિડોરનો  શિલાન્યાસ કર્યો છે. જાણવા મળતી વિગત અનુસાર આ શિલાન્યાસ સમારોહમાં પંજાબના કેબિનેટ મંત્રી એવા નવજોત સિંહ સિદ્ધૂ, ભારતના વિદેશ રાજ્યમંત્રી એવા હરસિમરત કોર અને એચએસ પુરી ઉપસ્થિત રહ્યાં હતા. શિલાન્યાસ બાદ નવજોત સિંહ સિદ્ધુએ ઇમરાન ખાનના વખાણ કર્યા હતા. સિદ્ધુ એ કહ્યું કે ભારત સરકાર અને પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે પુણ્યનું કામ કર્યું છે. તેમણે કહ્યું, “ મારા યાર દિલદાર ઇમરાન ખાનનો આભાર ” આ પગલાને આતંકવાદ અને રાજનીતિ સાથે ન જોડવામાં આવે, કરતારપુરના ઇતિહાસના પ્રથમ પાના પર ઇમરાન ખાનનું નામ હશે.  સિદ્ધુએ કહ્યું જ્યારે સંપર્ક વધશે તો સંદેહ પણ દૂર થશે. અને બન્ને સરકારનો હંમેશા આભાર માનતો રહીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *