રજનીકાંત અને અક્ષયકુમાર જેવા કલાકારોવાળી ફિલ્મ 2.0 ગુરુવારે દુનિયાભરનાં થિયેટરોમાં રિલીઝ થઈ છે

જાણવા મળતી વિગત અનુસાર રજનીકાંત અને અક્ષયકુમાર જેવા કલાકારોવાળી ફિલ્મ 2.0 ગુરુવારે દુનિયાભરનાં થિયેટરોમાં રિલીઝ થઈ છે. અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે કે દુનિયાભરના 10 હજાર પડદા પર આ ફિલ્મ નિહાળવામાં આવશે.આ મુદ્દાની અત્યારે જોરશોરમાં ચર્ચા થઈ રહી છે અને એવી આશા સેવાઈ રહી છે કે આ ભારતની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત શઈ શકે છે.રજનીકાંતના પ્રશસંક માત્ર તમિલનાડુ અને દક્ષિણ ભારત જ નહીં પણ ઉત્તર ભારતથી માંડી જાપાન અને અમેરિકા સુધી ફેલાયેલા છે અને ત્યાં પણ એમની ફિલ્મો વ્યાપક ખ્યાતિ પ્રાપ્ત કરે છે.30 વર્ષથી તમિલ ફિલ્મ ઇન્ડ્રસ્ટીના એક મોટા સ્ટાર રજનીકાંતના, ઉત્તર ભારતમાં રહેલા પ્રશંસકો અને તેમની ફિલ્મની કમાણીથી લોકો અચંબામાં મૂકાઈ જાય છે.