ગાંધીધામમાં 7,94,170ની મશીનરીના માલ સામાનની તસ્કરી
ગાંધીધામમાં નારાયણ મરીન ટેક પ્રા.લી. કંપનીના વેરહાઉસમાં બહારથી ઇમ્પોર્ટ થયેલ મશીનરીના અલગ અલગ 7,94,170ના માલ સામાનની ચોરી થઈ હોવાની ફરિયાદ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે રાજેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે,નારાયણ મરીન ટેક પ્રા.લી. કંપનીમાં પરચેસ અસિસટેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તા.18-12ના ફરિયાદીને કંપનીના ચોકીદારનો ફોન આવેલ અને જાણ કરી હતી કે, કંપનીમાં બહારથી ઇમ્પોર્ટ થયેલ મશીનરીના પાર્ટસ અમુક ઓછા થયેલ છે. ત્યારબાદ ફરિયાદીએ વેરહાઉસમાં તપાસ કરતાં 7,94,170ના પિસ્ટન, કેમસાફ, બેરિંગ સેલ, મેઇન બેરિંગ, એકઝોસ્ટ વાલ્વ, ઇનલેટ વાલ્વ જેવા મશીનરીના અલગ અલગ પાર્ટસની ચોરી થઈ જોવાનું જણાઈ આવ્યું હતું. વેરહાઉસમાં વધુ તપાસ કરતાં વેરહાઉસની બારીની ગ્રીલ તૂટેલ હતી અને આ બારીની મદદથી ચોરે અંદર પ્રવેશ કરી આ ચોરીને અંજામ આપ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.