મુન્દ્રાના ઝરપરામાં ગોડાઉનમાં રાખેલ 43 લાખનો તલનો જથ્થો ચોરાયો
મુન્દ્રાના ઝરપરામાં ગોડાઉનમાંથી પાછળના ભાગે સ્લાઇડ વાળા શટરના દરવાજાનો અંદરની સાઇડનો નટ બોલ ખોલી ગોડાઉનમાં પ્રવેશી ગોડાઉનમાં રહેલ 43 લાખના તલના જથ્થાની ચોરી થઈ હોવાની ફરિયાદ મુન્દ્રા પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે ફરિયાદી રાકેશ સોહનલાલ પંચોલીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.1-12થી14-12 સુધીમાં તલનો માલ ગાડીઓ દ્વારા ઝરપરાના ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવ્યો હતો. તા.26-12 સુધીમાં 71 ટન 250 કિગ્રા તલનો માલ રશિયા ખાતે એક્ષપોર્ટ કરવામાં આવ્યો હતો જ્યારે બાકીનો 24 ટન માલ વર્ષના છેલ્લા દિવશોમાં વિદેશોમાં રજા હોવાને કારણે એક્ષપોર્ટ ન થતાં ગોડાઉનમાં રાખેલ હતો. તા.30-12ના ફરિયાદીને સવારના સાડા અગિયાર વાગ્યે સુપેવાઇઝર સુનિલભાઈનો ફોન આવેલ અને તેમને જણાવ્યુ હતું કે, ગોડાઉનમાં બાકી રહેલ માલની ચોરી થઈ ગયેલ છે. આથી ફરિયાદીએ ગોડાઉનમાં જઈ તપાસ કરતાં ગોડાઉનના પાછળના ભાગે સ્લાઇડરવાળા શટરના દરવાજા અંદર સાઈડની સાઇડનો નટ બોલ ખોલી ચોરે ગોડાઉનમાં પ્રવેશ કરી આ ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ ચોરી તા.28-12ના બપોરના ત્રણ વાગ્યાથી તા.30-12ના સવારના દશ વાગ્યાના દરમિયાન કોઈ પણ સમયે બની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ અંગે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.