મોમાયમોરાના ગુમ સગીરની લાશ ચોથા દિ”એ કેનાલમાં તરતી મળી
રાપર, તાલુકાના’ મોમાયમોરાના ગુમ સગીર ખેંગાર વીરજી ગરવાની આજે ચોથા દિવસે કેનાલમાંથી’ સવારે લાશ મળી આવી હતી. આ બનાવના પગલે તાલુકામાં શોકની’ લાગણી પ્રસરી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ધોરણ 10માં અભ્યાસ કરતો હતભાગી સગીર ઘરેથી રિસાઈને ચાલ્યો ગયો હતો. મોમાયમોરાથી 6 કિલોમીટર દુર માંજુવાસ કેનાલપાસે તેની’ સાઈકલ મળી આવી હતી, જેથી કેનાલમાં પડી ગયો હોવાની આશંકા સાથે પ્રથમ દિવસે સ્થાનિક તરવૈયાઓ’ દ્વારા તપાસ કરવામાં આવી હતી, બીજા દિવસે ભચાઉ નગરપાલિકા અને ગાંધીધામ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા પણ બોટ અને અન્ય સાધનો વડે તપાસ કરાઈ હતી, પરંતુ ગુમ થયાના ત્રણ દિવસ સુધી કોઈ સઘડ મળ્યા ન હતા.આજે ચોથા દિવસે સવારે કેનાલમાં પાણીનો વધુ જથ્થો છોડવામાં આવતા’ 99 નંબરના ગેટ પાસે ફસાઈ ગયેલી લાશ તરતી મળી આવી હતી. આ અંગે રાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી’ તપાસ હાથ ધરી છે. દરમ્યાન આ મામલે આડેસર’ પોલીસ મથકે ગુમનોંધ પણ કરાવાઈ હતી. આડેસર પોલીસે’ અન્યત્ર કયાંય ગયો નથીને તે દિશામાં તપાસ કરી હતી. મોબાઈલના લોકેશનની તપાસ કરતા છેલ્લે કેનાલ પાસે જ બંધ થયો હોવાનું જાણવા મળ્યું હતું. હતભાગી સગીર અકસ્માતે કેનાલમાં પડી ગયો હતો કે, આત્મહત્યાના ઈરાદે ઝંપલાવ્યું હતું તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.’ મૃતદેહ મળી આવતા ગરીબ પરિવાર ઉપર આભ ફાટી પડયું હતું.’ પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ હતી. હતભાગી સગીર ચાર ભાઈ બહેનોમાં ત્રીજા ક્રમે હતો