ગાંધીધામ અને ભચાઉમાં ધોળા દિવસે મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ગાંધીધામ શહેરની સ્થાનિક બી ડિવિઝન પોલીસ ટુકડીએ ગાંધીધામ અને ભચાઉમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલીને બે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના રોકડ સહિત’ રૂા. 6.04 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.સંકુલના ગત તા. 25/12ના સેકટર-5 વિસ્તારમાં પ્લોટ નં. 372 ઉપર આવેલા મકાનમાંથી બપોરના 12થી 2.30 વાગ્યાના અરસામાં સોના-ચાંદીના આભૂષણો, રોકડ સહિત કુલ રૂા. 6.15 લાખની માલમતાની ચોરી થઈ હતી. આ અંગે રમેશભાઈ મહેશ્વરીએ અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો. સ્થાનિક પોલીસ ટીમે નેત્રમ સી.સી.ટી.વી. કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ગાંધીધામમાંથી આરોપી ઈગુ ઉર્ફે વિનોદ ધીરૂભાઈ સરવૈયા (દેવીપૂજક) અને રેખાબેન રૂપાભાઈ પરમાર (દેવીપૂજક)ને પકડીને યુકિત-પ્રયુકિતથી પૂછપરછ હાથ ધરી હતી. દરમ્યાન ભાંગી પડેલા આરોપીઓએ ગાંધીધામ તથા ભચાઉના સીતારામપુરામાં બંધ ઘરમાંથી ચોરી કરી હોવાની’ કેફિયત આપી હતી.પકડાયેલા તહોમતદારો પાસેથી સોનાના બે હાર કિં. રૂા. 1.50 લાખ, સોનાના કાનમાં પહેરવાના કાપ નંગ-4 કિ. રૂા. 60 હજાર, સોનાની કાનમાં પહેરવાની સર કિં. રૂા. 15 હજાર, સોનાની ચેઈન કિ. રૂા.70 હજાર, સોનાની વીંટી નંગ 8 કિ. રૂા. 80 હજાર, સોનાનું પેન્ડલ કિં. રૂા. 4′ હજાર, સોનાની કાનની રિંગ કિં. રૂા. 5 હજાર ચાંદીના પગમાં પહેરવાના પટ્ટા નં. 6 કિં. રૂા. 12 હજાર તથા રોકડા રૂા. 2.08 લાખ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.ચોરીના કૃત્યમાં સામેલ આરોપીઓ દિવસ દરમ્યાન’ સોસાયટી વિસ્તારમાં પગપાળા ફરીને ધ્યાનમાં આવેલા બંધ મકાનની બારી અથવા પાછળના ભાગનો દરવાજો તોડીને ચોરી કરતા હતા. આ ઉપરાંત આરોપી ઈગુ ઉર્ફે વિનોદે વઢવાણ પોલીસ મથકની હદમાં દિવસના ભાગે એક મકાનમાં ખાતર પાડીને રોકડા રૂા. 61.30 લાખની ચોરી કરી હોવાનો પોલીસે જણાવ્યું હતું. આ કામગીરીમાં બી ડિવિઝન પી.આઈ. એમ.એન. દવેના માર્ગદર્શન તળે સ્ટાફગણ જોડાયો હતો