ભુજમાં બંધ મકાનમાથી 13,20,000ની તસ્કરી
ભુજમાં સંસ્કાર હોમના બંધ ઘરમાથી ચોરે 13,20લાખની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે ફરિયાદી મહેશ્વરીબા કિશોરસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ તા.19-12ના પોતાના પતિ સાથે પોતાના વતન સિસાંગ ગયા હતા. જ્યારે તેમનો પુત્ર અને પુત્રવધૂ જમ્મુ કશ્મીર ફરવા ગયેલ હતા. ગઈ કાલે પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પાડોશી દ્વારા ફરિયાદીને ચોરી અંગે જાણ કરાઇ હતી. ફરિયાદીએ સાંજે ચારેક વાગ્યે આવી જોતાં ઘરનો મેઇન દરવાજો તૂટેલ અને ખુલ્લી હાલતમાં હતો. ઉપરના બેડરૂમમાં રાખેલ સરસામાન વેરવિખેર નજરે પડ્યો હતો. ઉપરાંત બેડરૂમમાં લાકડાના કબાટમાં રહેલ સોનાના દાગીના તથા રોકડ રૂપિયા ચોરી થયા હોવાનું જણાઈ આવ્યું હતું. તા.19-12ના સાંજના સાત વાગ્યા બાદ તા.1-1 દરમિયાન ચોરે કોઈ સાધન વડે મેઇન દરવાજો તોડી ઘરમાં ઘૂસી કબાટમાં રહેલ સોનાના 44 તોલાના દાગીના જેની કિ.રૂ.13,20,000ની ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.