મોટી મઉ દેવપર રોડ પર 4 શખ્સોએ ચાકુની અણીએ યુવકને લૂંટયો

copy image

મોટી મઉથી દેવપર રોડ પર 4 શખ્સોએ યુવકને ચાકુ દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવક પાસે રહેલ 80351 રોકડા રૂપિયા લૂંટી લીધા હોવાની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકે નોંધાઈ છે.

ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ભાવિનભાઈ મણિશંકર નાકરે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ તેમના સેઠની મહિન્દ્રા કંપનીની જીતો GJ-12-BY-0687 ગાડીથી સમીરભાઈ સુમરા સાથે દુકાનનો માલ સામાન અલગ અલગ ગામડાઓની દુકાન પર આપવા ગયા હતા. દુકામના આપેલ સમાનના રોકડા રૂપિયા 80,351 રૂપિયા બેગમાં રાખી ગાડી દ્વારા મોટી મઉથી દેવપર તરફ જતાં હતા તે દરમિયાન મોમાઈ ફાર્મથી આશરે પચાસેક મીટર દૂર પહોચ્યા ત્યારે રોડ પર એક બ્લેક કલરની સ્પ્લેન્ડર બાઇક અને એક લાલ-કાળા કલરની પલ્સર બાઇક રોડની વચ્ચોવચ ઊભી રાખી ચાર માણસો મોઢા ઉપર રૂમાલ બાંધી ઊભા હતા. તે દરમિયાન 4 અજાણ્યા શખ્સોએ ફરિયાદી અને તેની સાથે રહેલા સમીરભાઈને ગાડીથી નીચે ઉતારી રોકડા રૂપિયાનુ બેગ આપી દેવા જણાવતા સમિરે બેગ આપવાની ના કહી હતી. જેથી બે અજાણ્યા ઇસમોએ તેઓની પાસે રહેલ ચાકુ સમીરના ગાળા પર રાખી બેગ નહિ આપે તો જાનથી મારી નાખીસ તેવી ધમકી આપ હતી. 4 અજાણ્યા શખ્સો 80351 રોકડા રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. આ ઘટના સાંજે સાડા 6 વાગ્યાના અરસામાં બની હતી. પોલીસે અજાણ્યા 4 લૂંટેરા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.