અંજાર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ત્રિકમભાઈ છાગા સાહેબ,ને જંગી લીડથી વિજય અપાવનાર લોકોનો આભાર વ્યક્ત કરવા કેરા કુંદનપર ખાતે પધાર્યા
કેરા તા,ભુજ આજરોજ વિધાનસભા 2022 ની ચૂંટણીમા જે જંગી બહુમતીથી વિજય થયા એવા અંજાર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ત્રિકમભાઈ છાગા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ, મંજુલાબેન ભંડેરી, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, તેમજ ભાજપ ભુજ તાલુકાના પ્રમુખ, ભીમજીભાઈ જોધાણી જંગી લીડથી વિજય અપાવનાર લોકોનો આભાર વ્યક્ત કરવા કેરા કુંદનપર ખાતે પધાર્યા હતા ગામના સરપંચ,ગામના અગ્રણીઓ તેમજ ગામ લોકો દ્વારા સ્વાગત કરાયું હતું ત્યાર બાદ સભા યોજી લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યાર બાદ સ્વામિનારાયણ મંદિરે ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા ત્યાર બાદ શ્રી જડેશ્વર મહાદેવ ગૌશાળા ખાતે પહોંચ્યા હતા જ્યાં ગૌશાળાના યુવાનો દ્વારા સ્વાગત કરાયું હતું જ્યાં ગૌશાળા માં ચાલતી ગૌ સેવાની મુલાકાત કરતા યુવાનોની સેવાને બિરદાવી હતી કચ્છ કેર ન્યૂઝ કેરા
