જામખંભાળીયા પોલિસ.સ્ટેશનના NDPS એક્ટના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને જડપી પાડતી જામનગર એસ.ઓ.જી.

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ ની સૂચનાથી જામનગર જીલ્લાના NPS એકટના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.એન.ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,

દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ, અરજણભાઈ કોડીયાતર તથા રમેશભાઇ ચાવડા તથા મયુદીનભાઇ સૈયદ ને હકિકત મળેલ કે, દેવભુમી દ્વારકા જીલ્લાના જામખંભળીયા પોલીસ સ્ટેશનના  ગુન્હામાં નાસતા- ફરતા આરોપી અબ્બાસ લંગડો ઉર્ફે હનીશ શેખ રહે,વોરાના હજીરા પાસે જામનગર વાળો હાલ દરબાર ગઢ પાંચ હાટડી ચણા વાળા બાપુની દુકાનની પાસે ઉભો હોય જેથી સદર જગ્યાએ જતા ઉપરોકત નામ વાળો આરોપી મળી આવેલ હોય જેથી મજકુર આરોપીને એ.એસ.આઇ ચંન્દ્રસિંહ જાડેજા એ હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે સીટી એ પોલીસ સ્ટેશનને સોપી આપયો