અંજારમાં યુવતીને મારમરાતા ફરિયાદ નોંધાઈ

અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં નુરજાબેન ઇબ્રાહિમ બુખેડાએ (રહે, જૂની પાંજરાપોળ અમરાવાવ વાળો કુવો અંજાર) જણાવ્યુ હતું કે, ગઈ કાલે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરની બહાર ઊભા હતા તે દરમિયાન બાજુમાં વાગડિયા ચોકમાં રહેતો હર્ષદ સાધુ ત્યાં આવી ગાળા-ગાળી કરવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી હર્ષદ સાધુ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાળો આપી ધકબુશટનો માર મારતા ફરિયાદી નીચે પડી ગયા હતા. ફરિયાદીએ રાડારાડ કરતાં બાજુમાં રહેતા કરિમાબેને તેમને વધુ મારથી છોડાવ્યા હતા. ફરિયાદીને મૂઢ ઇજાઓ પહોચતા અંજાર સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવાયા હતા. પોલીસે હર્ષદ સાધુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.