ડીસામાં સર્જાયો ત્રિપલ અકસ્માત
જાણવા મળતી વિગત અનુસાર ડીસા મંડાર હાઈવે પર ગુરુવારે મોડી રાતે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગી હતી. જેના કારણે પાંચ લોકોનું મૃત્યુ થયું હતું. અને સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે. આ કારમાં સવાર લોકો પોતાના પુત્રના લગ્નમાંથી પરત ફરી રહ્યાં હતાં. જેમાં વરરાજાના માતા-પિતા સહિત અન્ય 3 લોકો સવાર હતાં. અકસ્માતના કારણે લગનના માહોલમાં માતમ છવાઈ ગયો હતો.
