મુંબઈથી દવાઓ ભરી દિલ્હી જતી ટ્રકમાં અગમ્ય કારણોસરલાગી આગ
મુંબઈથી દવાઓ ભરી દિલ્હી જતી ટ્રકમાં અગમ્ય કારણોસરલાગી આગ જાણવા મળતી વિગત અનુસાર મોડાસા બાયપાસ રોડ પર શનિવારે સાંજના મુંબઈથી દવાઓ ભરી દિલ્હી જતી ટ્રક ગાડી.નં-HR 55 M 4027 અગમ્ય કારણોસર આગ લાગતા દોડાદોડી મચી જવા પામી હતી. ટ્રકમાં આગ લાગતા ટ્રક ડ્રાઈવર અને ક્લીનર સમય પર કૂદી ગયેલ હતા અને સદનસીબે કોઈ જાનહાની થયેલ ન હતી. ટ્રકમાં આગ લાગતા મોડાસા ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવતા આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથધરે તે પહેલા ટ્રક રાખમાં ફેરવાઈ હતી.