અંજારમાં અગાઉ કરેલી ફરિયાદનું મનદુખ રાખી, યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આરોપી પૂર્વે કરેલી ફરિયાદનું મનદુખ રાખી અવાર-નવાર ફરિયાદીનો પીછો કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.

અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં મીરાબેન હિતેશભાઈ ત્રિવેદીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેમણે 10-5ના મનહર છગનલાલ પારઘી વિરુદ્ધ અંજાર પોલીસ મથકે 376 કલમ અનુસાર ફરિયાદ નોંધાવી હતી અને હાલમાં આરોપી જામીન પર મુક્ત છે. અને અવાર-નવાર  પીછો કરી, ગાળો આપી હેરાન-પરેશાન કરે છે. ફરિયાદી બપોરના બે વાગ્યાના અરસામાં અંજાર બસ સ્ટેશન રોડ પર આવેલ શ્રીરામ મેડિકલમાં દવા લેવા જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન મનહરલાલે ફરિયાદીને પુરવઠા સ્ટોર પાસે અટકાવી કહ્યું હતું કે, ‘મારા ઉપર કરેલ ફરિયાદ પાછી ખેચી લે નહિ તો જાનથી મારી નાખીસ અને કોર્ટ મારુ કાઈ નહિ કરે, અગાઉ પણ કાઈ નથી થયું હું છૂટી ગયો છુ’ તેવી ધમકી આપી ત્યાથી ચાલ્યો ગયો હતો. પોલીસે આરોપી મનહર છગનલાલ પારઘી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસહાથ ધરી છે.