ઘડુલી સાંતલપુર રોડ પર બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો

ઘડૂલી સાંતલપુર રોડ પર બોલેરો ચાલકે પોતાના કબ્જાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી બાઈક ચાલકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો.

આ અંગે ફરિયાદ નોંધાવતાં ભરતભાઈ ગંગારામભાઇ પટેલે જણાવ્યુ હતું કે, તેઓ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાની માલીકીની GJ-12-EA-3185 બાઈકથી વાડીએ જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન ઘડૂલી સાંતલપુર રોડ પર ચાર રસ્તા પહોચતા GJ-10-TV-4221ના બોલેરો ચાલકે પોતાનું કબ્જાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી બાઇકને પાછળથી અથડાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને મૂઢમાર ઇજાઓ પહોચી હતી. જ્યારે બોલેરો ચાલકે પોતાનું નામ વસીમ સોકતઅલી અંસારી હોવાનું અને પોતાની પાસે લાઇસન્સ ન હોવાનું જણાવ્યુ હતું. દયાપાર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.