બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા : દંપતી ઇજાગ્રસ્ત

આ અંગે ફરિયાદ નોંધાવતાં ભરતભાઈ દેવજીભાઈ મહેશ્વરીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ તા-1-1ના સાંજના સમયે પોતાના પત્ની મીનાક્ષીબેન સાથે પોતાની માલીકીની GJ-12-EQ-3961 બાઈકથી મુંદરાથી માંડવી જઈ રહ્યા હતા. ત્યારે સાંજના છ વાગ્યાના અરસામાં નવીનાળ બસ સ્ટેનની પાસે કાંડાગરા રોડ પર પહોચતા GJ-12-BG-8592ના બાઈક ચાલકે પોતાના કબ્જાનું વાહન પૂરઝડપે બેદરકારીથી ચલાવી બાઈકમાં અથડાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં દંપતી નીચે પડી જતાં શરીરે ઇજાઓ પહોચી હતી. ત્યારબાદ દંપતીને સારવાર માટે મુન્દ્રા સરકારી દવાખાને ખસેડાયા જ્યાથી વધુ સારવાર માટે અદાણી હોસ્પિટલ મુન્દ્રા રીફર કરાયા હતા. તબીબે ફરિયાદીને માથાના ભાગે હેમરેજ હોવાનું જણાવતા વધુ સારવાર માટે ભુજ ડિવાઇન લાઈફ કેર હોસ્પિટલ મધ્યે રીફર કરાયા હતા. મુન્દ્રા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.