અંજારના મેઘપરમાં ઘરની બહાર પાર્ક કરેલ બાઇક ચોરાઇ

અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીમાં ઘરની બહાર પાર્ક કરેલ બાઇક ચોરાઇ જવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં રવિભાઈ અમૃતલાલ પરીહારે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ મેઘપર બોરીચીમાં મહાવીર નગરમાં રહે છે. તા.20-12ના રાત્રે તેમણે પોતાની માલીકીની GJ-12-DP-4222 બાઇક પોતાના ઘરની સામે પાર્કિંગમાં રાખી સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે 6 વાગ્યાની આસપાસ જોતાં બાઇક પાર્ક કરેલ સ્થળ પર જોવા મળી ન હતી. આસપાસ તપાસ કરતાં બાઇક ક્યાય મળી આવેલ નહિ. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.