મીઠીરોહર જી.આઈ.ડી.સી.ના ગોડાઉનની દીવાલમાં કાણું પાડી ચોરે 1,22,400ની ખાંડની તસ્કરી કરી

copy image

મીઠીરોહર જી.આઈ.ડી.સી.ના ગોડાઉનની દીવાલમાં કાણું પાડી ચોરે 1,22,400ની ખાંડની તસ્કરી કરી હોવાની ઘટના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં હિતેશભાઈ પરષોતમભાઈ ગંગવાણીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, 31-12ના સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં નરેશ મૂલચંદાની ગાંધી ગોડાઉન મીઠીરોહરના સુપરવાઇઝર શિવમકુમાર મહેતાનો ફરિયાદીને ફોન દ્વારા જણાવ્યુ હતું કે 25 કિલોના થપ્પામાંથી ખાંડી અમુક ગુણીઓ ઓછી થયેલ છે. જેથી તેમણે ગોડાઉનની દીવાલ ચેક કરતાં પાછળની દીવાલ તોડી કાણું પાડી ગોડાઉન અંદર ઘૂસી આ બોરીઓની ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ તે જગ્યા પર તપાસ કરતાં 25 કિલોનો 100 બોરીઓ તથા 50 કિલોની 22 બોરીઓ ઓછી હોવાનું જણાઈ આવ્યું હતું. આમ 1,22,400ની ખાંડ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.ગત તા. 31/12થી વીસેક દિવસ અગાઉ તપાસ કરાતાં ગોદામમાં માલ બરોબર જણાયો હતો. પરંતુ તા. 31/12ના સવારના ભાગમાં ગોદામમાંથી ચોરી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.