ખોડાસર ગામની સીમમાથી 62,400 નો દારૂ ઝડપાયો: 2 આરોપી ફરાર
લાકડીયા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ખોડાસર સીમ વિસ્તારમાં સતીમાતાના મંદીર નજીક આવતા તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખોડાસર ગામની સીમમાં આવેલ સતીમાતાના મંદિરની બાજુમાં ગોચર જમીન પાસેની બાવળોની ઝાડીઓમાં ખોડાસરનો ભરત ખોડુભા ગઢવીએ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારેલ છે અને આ દારૂનો જથ્થો સફેદ કલરની બલેનો કારમાં હેરફેર માટે લઈ જવાનો છે. આ બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા બે શખ્સો સાથે બાતમીવાળી કાર નજરે પડી હતી. પોલીસે 2 શખ્સોને ઝડપવા જતાં તેઓ ગાડી ચાલુ કરી ચાન્દ્રોડી સીમ વિસ્તાર તરફ ભાગી ગયા હતા. પોલીસે સ્થળ પર પડેલ 120 દારૂની બોટલો કિ.રૂ. 62,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.