અંજારમાં યુવકને ધમકીઓ આપી જમીનની ખંડણી માંગતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
અંજારમાં યુવક પાસે ખંડણી માંગી ધમકી આપતા હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં સુરેશભાઇ દેવશીભાઈ હડિયાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.24-12ના રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં અંજારની મધુબન સોસાયટીના આગળના ભાગે આવેલ મુસ્લિમ સમાજવાડીની દુકાનો પૈકી જલારામ ટ્રાવેલ્સની ઓફિસમાં કામ પતાવી ફરિયાદી પોતાની માલીકીની પાર્ક કરેલ કાર લેવા જઇ રહ્યા હતા. તે સમય દરમિયાન વ્હાઇટ ક્રેટા ઊભી રાખી અને ફરિયાદીને કહેવા લાગ્યો હતો કે, વાડીની જમીન તારે રાખવી હોય તો મને દર મહિને 50000 આપી દેજે નહિ તો તારી જમીન ઉપર લુખ્ખા માણસો બેસાડીને જમીનનો કબ્જો કરી લઇશ. જેથી ફરિયાદીએ આરોપી કૌશલને કહ્યું હતું કે, આ જમીન તેણે દસ્તાવેજથી ખરીદી છે અને જમીન ઉપર માણસો બેસાડીસ તો હું તારા વિરુદ્ધ ફરિયાદ કરીશ કહેતા આરોપીએ ફોન કાઢી કોઈને ફોન કરીને કહ્યું હતું કે, સુરેશ બહુ વાયડો થાય છે તું કહે તો તેણે ઠોકી દઉં તેવી ફોન ઉપર વાત કરેલ અને ખંડણી નહિ આપે તો તને ઉપડાવી લઈસ અને જાનથી મરાવી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. આરોપી જતાં જતાં ફરિયાદીને ધમકી આપી હતી કે કન્ટેનર તથા સ્ક્રેબ ચોરીનો અને દારૂનો અને વ્યાજનો પણ ધંધો કરે છે અને એકલો મલિશ તો તને ઉપડાવી લઈશ. પોલીસે આરોપી કૌશલ વાણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.