ગાંધીધામમાં અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ રાખી યુવકને માર મારતા 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ગાંધીધામમાં પૂર્વે થયેલ ઝગડાનું મનદુખ રાખી યુવકને માર મરાયો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ ગાંધીધામ મધ્યે નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં મીઠુભાઈ વેળાભાઈ ચુઈઆએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, 3-1ના 11 વાગ્યાના અરસામાં તેઓ સેતાન ચોક લક્ષ્મી હોટલ બેઠા હતા તે દરમિયાન આલાભાઈ પાતારીયા મોટેથી વાત કરી રહ્યા હતા કે અગાઉ અમે એક છોકરી ભગાડી છે અને હવે અમે બે છોકરી ભગાડવાના છીએ. આથી ફરિયાદીએ તેમને આવી વાતો જાહેરમાં કરવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાળો આપવા લાગ્યો હતો. આથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા ધકબુશટનો માર મારવા લાગ્યો અને ત્યારબાદ આરોપીએ પોતાના બે દીકરા ભરત આલા તથા કિશન આલા બેને ફોન કરી બોલાવતા બંને ધોકા લઈ આવી ફરિયાદીને પીઠના ભાગે માર માર્યો હતો. ફરિયાદીએ રાડા-રાડી કરતાં ઘણા માણસો એકત્ર થઈ જતાં તેઓ ત્રણેય ત્યાથી ભાગી ગયા હતા. આરોપીઓએ જતાં-જતાં ફરિયાદીને આ વખતે તું બચી ગયો છે પરંતુ હવે પછી બીજી વખત જીવતો નહિ છોડીએ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીને રામબાગ સરકારી હોસ્પિટલ આદિપુર મધ્યે સારવાર અર્થે ખસેડાયા હતા. ફરિયાદીએ વધુમાં ઝઘડાનું કારણ જણાવતા કહ્યું હતું કે, આજથી આશરે એકાદ વર્ષ પહેલા ફરિયાદીના કાકાઈ ભાઈની દીકરીને આ ભરત ભગાડી ગયો હતો તે બાબતે તેમની વચ્ચે બોલ-ચાલ નથી અને આ બાબતનું મનદુખ રાખી ઝગડો કરેલ છે. પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.