આદિપુરની મહિલાનું ખૂન કરી મૃતદેહ અંજારમા ફેકનારો શખ્સ ઝડપાયો
આદિપુરમાં રહેતી પરિણીતાનું ખુન કરી અંજાર કે.જી.માણેક સ્કુલ નજીક ફેકનાર શખ્સને પોલીસે પકડી લીધો હતો. આ અંગે મળતી માહિતી મુજબ આદિપુર ૧૭ વાળીમાં રહેતા રેશ્મા ભરતભાઈ ભંભાણી ગુરૂવારે રાત્રે ભેદી રીતે ગુમ થયા હતા અને બીજા દિવસે અંજાર કે.જી. માણેક સ્કુલ તરફ જતાં રોડ પર સિધ્ધાર્થ ટાવર સામેની પડતર જમીન પર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ગુના કામે આઈ.જી.પી મોથાલીયા તેમજ એસ.પી મહેન્દ્ર બગડીયાના સીધા સુપરવિઝન તેમજ માર્ગદર્શન મુજબ તપાસની અલગ-અલગ ટીમોની રચના કરી ટેકનીકલ હ્યુમન ઈન્ટેલીજન્સનાં માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવતા તપાસ દરમ્યાન શકમંદ નિતિન અજય શર્મા(રહે.વિઠલનગર, મેઘપર બોરીચી)નો રેશ્માબેન સાથે સબંધ હોવાની હકીકત આધારે આ નિતિન- ની તપાસ કરતા તે બનાવ બાદ રાજસ્થાન રાજ્યમાં નાસી ગયો હોવાની સામે આવતા આ નિતિનને તપાસ માટે રાજસ્થાન ટીમ મોકલાવી ગાંધીધામ લાવી પુછપરછ કરતાં આ નિતિને કબલ્યુ હતુ કે, રેશ્મા સાથે તેનાં સંબંધ હતા અને તેનાં પાસેથી લીધેલા ઘરેણા તે પરત આપવા માંગણી કરતી, જેથી બનાવની રાત્રે તે રેશ્માને આદિપુર પોસ્ટ ઓફિસ પાસેથી વેગન આર કારમાં બેસાડી અંજાર તરફ લઈ ગયો હતો અને બંનને વચ્ચે ઘરેણા અને પૈસાની આપ-લે માટે બોલાચાલી ઝઘડો થતા રેશ્માનું ગળુ દબાવી મોત નિપજાવી તેની લાશ કે.જી.માણેક સ્કુલ પાસે ફેકી આવ્યો તેમજ હત્યા કર્યા બાદ તેની લાશ ઉપરથી કાનની બુટી તથા વીટી નંગ ૩ ઉતારી અને તમામ ઘરેણા મુથુટ ફાઈનાન્સમાં લોન મેળવી રોકડ રૂપિયા મેળવેલ હોવાની કબુલાત આપતા આરોપીની રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ મથકે સોંપી આપેલ છે. આ કામગીરીમાં પીઆઈ એમ.એમ.જાડેજા(એલસીબી ગાંધીધામ), પીઆઈ એસ.ડી.સિસોદીયા(અંજાર પોલીસ) પીએસઆઈ એન.કે. ચૌધરી( ગાંધીધામ બી-ડીવીઝન), પીએસઆઈ વી.આર.પટેલ( એલ.સી.બી), તથા એલસીબી-અંજાર પોલીસની ટીમો જોડાઈ હતી.