ગુજરાત થોડીક કલાકો પહેલા જ LRD ભર્તી ના પેપર થયા લીક, પરીક્ષા રદ

ગુજરાત થોડીક કલાકો પહેલા જ LRD ભર્તી ના પેપર થયા લીક, પરીક્ષા રદ જાણવા મળતી વિગતો અનુસાર ગુજરાત માં ફરીવાર પેપર લીક થવાની ઘટના સામે આવી. ગુજરાત પોલીસમાં લોકરક્ષક માટે ૯૭૧૩ જગ્યા પર ભર્તી માટે રવિવાર બપોરે ૨૪૪૦ કેન્દ્રો થવા વાળી લેખિત પરીક્ષાનો પેપર થોડાક કલાક અગાઉ સવારના લગભગ ૧૧ વાગે જ લીક થઈ ગયેલો. ત્યાર બાદ સાડા ૧૨ વાગે LRD ભર્તી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય દ્વારા પરીક્ષા રદ કરવાનું એલાન કરવામાં આવેલું. આની જાની જાણ થતાં સમગ્ર ગુજરાત વિવિધ જગ્યાએ થી આવેલ વિધાર્થીઑ એ નિરાશા અનુભવી હતી.