અંજારમાં બે રિક્ષા ટકરાતાં માસૂમ બાળકીનું મૃત્યુ

અંજાર શહેરના ગંગાનાકા પાસે વોરા કબ્રસ્તાન નજીક વહેલી સવારના અરસામાં બે રિક્ષા સામસામે ટકરાતાં 6 વર્ષીય માસૂમ બાળકીને મૃત્યુ આંબી ગયું હતું. અંજાર પીઆઇ એચ.એલ.રાઠોડે માહિતી આપતા જણાવ્યુ હતું કે, વહેલી સવારના અરસામાં આ કરુણ ઘટના બની હતી. શહેરના સ્વામીનારાયણ નગરમાં રહેતા પૃથ્વીરાજસિંહ હિંમતસિંહ ગોહિલ સવારના અરસામાં બીજી પત્નીની 6 વર્ષીય પુત્રી ધ્વનિ ઉર્ફે ધર્મિષ્ઠાબાને શાળાએ મૂકવા જતાં હતા. ત્યારે ગંગાનાકા પાસે વોરા કબ્રસ્તાન નજીક સામેથી દેવેન્દ્ર ઉર્ફે દેવા નામના આરોપીએ પોતાના કબજાની રિક્ષા પૂરઝડપે બેદરકારીથી રોગસઇડમાં હંકારી પૃથ્વીરાજસિંહની રિક્ષામાં ટક્કર મારી હતી. અકસ્માતના ગોંઝારી બનાવ બાદ પાછળ બેસેલ બાળકીને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોચતા મૃત્યુ આંબી ગયું હતું. જે બાબતે અંજાર પોલીસે નાસી ગયેલા રિક્ષા ચાલક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *