મકડા સીમમાંથી દેશી શરાબ સાથે એકની અટક

માંડવી તાલુકાનાં મકડા ગામની સીમમાં પોલીસે દેશી શરાબ સાથે એકની અટક કરવામાં આવી છે. તળાવ પાસે બાવળની ઝાડીમાં પોલીસે રેડ પાડીને દેશી શરાબ બનાવવાનો આથો લીટર 5500, દેશી શરાબ લીટર 120 સહિત 1340નો મુદામાલ જપ્ત કરાયો છે. આ ધટનામાં મૂળ નખત્રાણા તાલુકાનાં ગેચડા ગામના ગુમાનસિંહ ભુરજી સોઢાની અટક કરાઇ છે. જ્યારે મોટી ભુજપુરના મંગુભા શિવુભા જાડેજા નાસી ગયો હતો. જેની ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.