ભુજમાં જુગારનો ખેલ ખેલતા બે આરોપીઓ પકડાયા

ભુજમાં જુગારનો ખેલ ખેલતા બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. આ બાબતે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસને મળેલી બાતમીના આધારે પાટવાળી નાકા નજીક, હમીસરના નાળા નીચે દરોડો પાડીને કરીમશા હબીબશા સૈયદ, ફકીરમામદ જુસબ રાઠોડને જુગારનો ખેલ ખેલતા પકડી પાડ્યા હતા. શખ્સઓ પાસેથી રોકડા રૂ. 3,170નો મુદામાલ ઝડપીને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *