બાઈક સવાર લૂંટારુએ છરીની અણીએ 36,999ની લૂંટ ચલાવી

crime

copy image

આ અંગે ફરિયાદ નોંધાવતાં અલ્તાફ તૈયબ બાપડાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવરોના ગેટપાસ બનાવવાનું કામ કરી ગુજરાન ચલાવે છે. ફરિયાદી દીનદયાળ પોર્ટના વેસ્ટ ગેટ નં.03 પાસે RJ-09-GD-0913 કોલસો ભરાયેલ ગાડીના ડ્રાઇવરને ગેટપાસ આપવા ગયેલ હતા. આ દરમિયાન બે વાગ્યાના અરસામાં GJ-12-DK-2980 બાઈક પર બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવેલ અને છરી બતાવી ડરાવ્યા હતા. આરોપીઓ ફરિયાદી પાસે રહેલ 1000 રૂપિયા રોકડા તેમજ RJ-09-GD-0913ના ડ્રાઈવર અર્જુનલાલ પ્રભુલાલ ગુજજરનો વિવો કંપનીનો સ્કાય બ્લૂ કલરનો મોબાઈલ ફોન જેની કિ.રૂ.35,999 એમ 36,999ની લૂંટ ચલાવી નાસી ગયા હતા. કંડલા મરીન પોલીસે બે લૂંટેરું વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.