ગાંધીધામમાં રૂ. 43,710ના ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો

copy image

ગાંધીધામ પોલીસ તમાકુ નિયંત્રણ અધિનિયમનો ઉલ્લઘન કરી હાનિકારક પદાર્થના વેપારની પ્રવૃતિને ડામવા માટે પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ઓમ સિનેમા ચાર રસ્તા ઉપર આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, પદમાં સ્ટોરમાં દુકાન નં.01 ઓમ સિનેમા ચાર રસ્તા પાસે આવેલ દુકાનમાં ચિત્રાત્મક ચેતવણી લખાણ વગરની સિગારેટનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરવા બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. દુકાનમાં તપાસ કરતાં અંગ્રેજી લખાણ વાળી વિદેશી અલગ-અલગ સિગારેટોના બોક્ષ મળી આવ્યા હતા. પોલીસે અલગ-અલગ વિદેશી કંપનીની કુલ 125 સિગારેટ જેની.કિ. 43,710 તથા મોબાઈલ ફોન કિ.15000 મળી કૂ.કિ.રૂ.58,710નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાયવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપી;

  1. દિપેશભાઈ ધનશ્યામભાઇ ગીધવાણી ઉ.વ.31 રહે, પ્લોટ નં.101 વોર્ડ નં.7/ડી સિંધુબાગ ગાંધીધામ