ધ્રોલમાં વેપારીના ઘરમાંથી 7.85 લાખની માલમતાની તસ્કરી

ધ્રોલના પંચવટી સોસાયટી શેરી નં 3માં રહેણાક અને ફરસાણના વેપારી કિશોરકુમાર નાનાલાલ રાયમગીયા સવારે પોતાના ધરનો તાળું મારીને પરિવાર સહિત બહાર ગામ ગયા હતા. જ્યાથી સવારે પાછા ફરતા પોતાના રહેણાક મકાનના તાળાં તુટેલા નજરે પાડ્યા હતા. ઉપરાંત મકાનની અંદર જઈને નિરીક્ષણ કરતાં રહેણાક ઘરમાં ચીજવસ્તુઓ વેરણ છેરણ નજરે પડી હતી. અંદરના રૂમના કબાટ વગેરેની ચકાસણી કરતાં કબાટમાં રાખેલી રૂ. 6 લાખ 15 હજારની રોકડ રકમ ઉપરાંત સાત તોલા-સોના ચાંદીના દાગીના વગેરે મળી કુલ 7 લાખ 85 હજારની માલમતા કોઈ આરોપીઓ ચોરી કરી ગયા હતા. વેપારીએ તુરત જ ધ્રોલ પોલીસને જાણ કરતાં પોલીસે બનાવસ્થળે પહોચી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. અને ગુન્હાશોધક શ્વાસ તેમજ ફોરન્સિક નિષ્ણાંત મદદ લીધી છે.