ગોંડલ તાલુકામાંથી અંગ્રેજી શરબનો કુલ રૂ 29.341/- જથ્થો પોલીસે કબ્જે કર્યો

વડોદરા શહેર નજીક દશરથ નજીક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીને બાઇકસવાર બે યુવકોએ ટ્રેલર કોનું છે. તેમ પુછયા પછી ટ્રેલરની તોડફોડ કરી હતી. અને કર્મચારીને માર મારી બંને યુવકો ગુમ થયા હતા. છાણી-દુમાડ રસ્તા પર શિવાલીક સોસાયટીમાં રહેણાક અમીતકુમાર સિંહ દશરથ વેરહાઉસ વાળા રસ્તા પર આવેલી ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે.ગત રાત્રે તે તેની ઓફિસ પાસે ગોલ્ડન હોર્ન કંટેનર યાર્ડમાં ગાડીમાં માલ ભરાવવા માટે ગયો હતો. રસ્તા પર તેની કંપનીનું ટ્રેલર ઉભુ હતું તેની નજીક પલ્સર બાઇક પર આવેલા બે યુવકોએ તેને ટ્રેલર કોણે રસ્તા પર ઉભુ રાખ્યું છે તેમ પુછ્યું હતું. તેણે આ અમારી કંપનીનું ટ્રેલર છે તેવું કહેતા જ બંને યુવકોએ ટ્રેલરના દરવાજાના કાચ તોડી નાખ્યા અને અમિતકુમારને અપશબ્દો બોલી બંને વ્યક્તિ રવાના થયા હતા. આ ઘટનાના પગલે તે દશરથ ગામમાં રહેતા સીરીલભાઈ સાથે બંને યુવકોને શોધવા ગયા હતા પરતું તેઓ નહીં મળતા બંને ટ્રેલર પાસે પરત આવ્યા હતા. આ દરમ્યાન ફરી ઉક્ત બંને યુવકો ત્યાં ધૂસી આવ્યા હતા. અને તે પૈકીના એકે અમિતકુમારના માથામાં લાકડી મારી તેને લોહીલુહાણ કર્યો હતો. અને બંને દશરથ ગામ તરફ પલાયન થયા હતા. છાણી પોલીસે બંને અજાણ્યા યુવકો સામે ગુનો દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.