જામનગર તાલુકાના લાવડીયા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૨૪૧૨ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૯,૬૯,૩૦૦ /- નો મુદામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ
શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોક કુમાર સાહેબ એ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ,જેથી જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલ સાહેબ નાઓએ જામનગર જીલ્લા માંથી દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા દારૂ જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ જેથી એલ.સી.બી. ના પોલીસ ઇન્સ.શ્રી જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ,સી.બીના ભગીરથસિંહ સરવૈયા,શીવભદ્રસિંહ જાડેજા, તથા અજયસિંહ ઝાલા ને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર તાલુકાના લાવડીયા ગામની સીમમાથી આરોપીઓઃ- (૧) સુરેશ રમણીકલાલ ગંઢા રહે.જામનગર કિશાન જામનગર મુળ ગામ લાવડીયા તા.જી જામનગર (૨) વિપુલ ભગવાનજી ગંઢા રહે.સાધના કોલોની ચાંદની ચોક જામનગર મુળ લાવડીયા તા.જી જામનગર (૩) મહેશ ઉર્ફે મો જેઠાલાલભાઇ મંગે રહે.દિ-પ્લોટ-૫૪ જામનગર નાઓને પકડી પાડી તેઓના કબ્જામાંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ- ૨૪૧૨ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૯,૬૯,૩૦૦ /- ના મુદામાલ કબ્જે મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો, ઠંડ કોન્સ. યશપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ નાઓએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે