અન ડિટેક્ટ વાહન ચોરીના ગુન્હામાં ગયેલ મોટર સાયકલ કિ.રૂ ૨૦,૦૦૦/- સાથે આરોપીને પકડી પાડતી જામનગર – સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

જામનગર શહેરમા બનતા ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી વરૂણ વસાવા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.બી.ગજજર સાહેબ ના માર્ગદર્શન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા તથા રવિભાઇ ગોવિંદભાઇ શર્મા તેમના અંગત બાતમીદારોથી સંયુક્ત હકિકત મળેલ હોય કે એક ઇસમ ચોરીમા ગયેલ સીલ્વર કલરનુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ લઇને એસ.ટી.ડિવિઝન તરફથી કલ્યાણ ચોક બાજુ આવે છે જેને શરીરે કાળા કલરનું જાકીટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે અને માથે લાલ કલરની ટોપી પહેરેલ છે જે બાબતે વોચમા હતા દરમ્યાન આરોપી સમીર ઉર્ફે બાડો હારૂનભાઇ શેખ જાતે ફકીર ઉવ.૨૨ ધંધો. મજુરી રહે. તારમામદ સોસાયટી સીલ્વરપાર્ક શેરી નં-૧ જુમાભાઇ ખફીની ઓફીસવાળી ગલી જામનગર વાળો ઉપરોક્ત વર્ણનવાળુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી નંબર GJ-10-CA-1269 સાથે મળી આવતા સદરહુ મોટર સયકલની કિ.રૂ-૨૦,૦૦૦/- ગણી કબ્જે કરી ચોરીનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીને અટક કરવામાં આવેલ છે.