મેઘપર કુંભારડી માં આવેલ મહાકાલેશ્વર મંદિર માં ચોરી
અંજાર તાલુકાના મેઘપર કુંભારડી અને શહેરની બાજુમાં આવેલા પૌરાણિક મહાકાલેશ્વર મહાદેવ મંદિરે એક વર્ષના સમયગાળામાં બીજી વખત ચોરી થતાં મંદિરના સેવકગણમાં આઘાતની લાગણી પ્રસરી છે.ચોર સી સી ટી વી કેમેરા માં થયા કેદ, પોલીસે તપાસ્યા સી સી ટી વી કૂટેજ.
ડી વાય એસ પી મુકેશ ચૌધરી તપાસમાં જોડાયા.
અંજાર સ્થાનિક પોલીસ અને એલ સી બી પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા. પૂર્વ કચ્છ એલસીબી પીઆઇ એમએમ જાડેજા અંજાર પોલીસ સ્ટેશનના પી આઇ સીસોદીયા, ગુલાબસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, જયપાલસિંહ સોઢા, મુકેશભાઈ પાટડીયા, ધર્મેશભાઈ પટેલ ,જયંતીભાઈ વાઘેલા, અજયભાઈ આહીર સહિતનો પોલીસ સ્ટાફ તપાસમાં લાગ્યા અગાઉ તારીખ 3 /2 /2022 ના આજ મંદિરમાં ચોરી થઈ હતી એક જ વર્ષના સમયગાળામાં બે વખત ચોરી થતાં મહાકાલેશ્વર મંદિરના ભક્ત ગણોમાં નિરાશા વ્યાપી. ચોરાયલ વસ્તુઓમાં નાગ, જળાધારી, પંચવટી ,દાન પેટી નો સમાવેશ થાય છે અંદાજિત બહારથી 15 હજાર રૂપિયાની વસ્તુ તથા દાનપેટી માંથી રકમ ચોરી થયેલ છે