જામનગર શહેરના ઘાચીની ખડકી વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક મહિલાને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી .
પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલું સાહેબ દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરીણામ લક્ષી કામગીરી કરવા બાબતે કાર્યવાહી કરવા સૂચના કરતા જે અનુસંધાને એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર શ્રી બી.એન.ચૌધરી તથા પો.સ.ઈ. શ્રી જે.ડી.પરમાર નાઓના નેત્રુત્વ વાળી ટીમના અરજણભાઈ કોડીયાતર તથા ચંન્દ્રસિંહ જાડેજા ને મળેલ ખાનગી બાતમી આધારે “ઘાચીની ખડકી વિસ્તારમાં રહેતી નિયામતબેન ગુલમામદભાઈ શેખ ગેર કાયદેસર કેફી માદક પદાર્થ ગાંજો પોતાના રહેણાંક મકાને રાખી વેચાણ કરતો હોય જેથી ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા મજકુર ઈસમ નિયામતબેન ગુલમામદભાઈ શેખના રહેણાંક મકાન માંથી ગે.કા. માદક પદાર્થ ગાંજો કુલ ૩૯૦ ગ્રામ કી.રૂા. ૩,૯૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂા.૫,૦૩૦/- સાથે પકડેલ છે અને મજકુર ઈસમ વિરૂધ્ધ સીટી “એ” ડીવી. પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.