ભુજમાં મોબાઈલ વડે ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
ભુજ બી-ડિવિઝન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નિરજ હરેશભાઈ પરમાર રહે.નવાવાસ માધાપર વાળો પોતાના મોબાઇલમાં ઓનલાઈન હાર-જીતનો જુગાર રમી રહ્યો છે. તે GJ-12-EH-0009 એક્સેસ ટુ-વ્હીલર વડે ભુજ મધ્યે આર.ટી.ઓરિલોકેશન સાઇટથી આર.ટી.ઓ. સર્કલ તરફ આવવાના રસ્તે નીકળવાનો છે. તેણે આછા ગ્રીન કલરનું ટૂંકી બાયનુ ટી-શર્ટ અને ડાર્ક વાદળી કલરનું જીન્સ પહેરેલ છે. પોલીસ બાતમીવાળા સ્થળ પર વોચમાં હતી તે દરમિયાન વર્તણૂક વાળો શખ્સ આવતા તેને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન કિ.રૂ.5000 તેમજ ટુવ્હીલર કિ.રૂ. 30,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.