ગાંધીધામ એસ.ટી.બસ સ્ટેશનમા પાર્ક કરેલ બાઇકની ચોરી
આ અંગે ફરિયાદ નોંધાવતાં નરેન્દ્ર વેલજીભાઇ પરમારે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીને તા.7-1ના સામખીયારી જવાનું હોવાથી તેઓ પોતાની માલીકીની GJ-12-CH-9883 બાઇક એ.સ.ટી.બસ સ્ટેશનમા પાર્ક કરેલ હતી. ત્યારબાદ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ગાંધીધામ પરત આવી બાઇક લેવા જતાં પાર્ક કરેલ સ્થળ પર બાઈક જોવા મળ્યું ન હતું. બાઈક ચોરી થઈ જવાનું જણાઈ આવતા બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.