ડીસામાં ભુજ બોર્ડર ઝોનની કાર્યવાહી : 16.20 લાખના હેરોઈન સાથે એકની અટકાયત

image

બનાસકાંઠાના ડીસામાંથી 81 ગ્રામ માદક પદાર્થ હેરોઈન જેની કિં. રૂા. 16,20,000ના મુદામાલ સાથે એક આરોપીને એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ભુજ બોર્ડર ઝોને ઝડપી કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ માદક પદાર્થના વધી રહેલા ગુનાને ડામવા રાજ્યના વિવિધ ક્ષેત્રમાં એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ રચી કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના અપાઈ છે. બાતમીના આધારે ડીસાના ટેકરા વિસ્તારમાં આવેલી નહેરુનગર પ્રાથમિક શાળાની બાજુમાં મહેશ ઉર્ફે બલ્લો ભરતભાઈ ઠાકોરને તેના મકાનમાં ગેરકાયદે રીતે રાખેલા માદક પદાર્થ હેરોઈન 81 ગ્રામ કિં. રૂા. 16,20,000ના જથ્થા સાથે પકડી એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, સી.આઈ.ડી. ક્રાઈમ, બોર્ડર ઝોન ભુજે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.