કચ્છ સહિત ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે

image

કચ્છ સહિત ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગે 8 સપ્ટેમ્બર, 2026ના સાંજે જાહેર કરેલા સ્ટેટ ફોરકાસ્ટ મુજબ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

કચ્છની વાત કરીએ તો 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. 11 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન પણ કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. ત્યારબાદ 12થી 13 સપ્ટેમ્બર દરમિયાન કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે.

આગાહી મુજબ 13થી 14 સપ્ટેમ્બર દરમિયાન કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે, જ્યારે 14થી 15 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત માટે ખાસ નોંધપાત્ર બાબત એ છે કે 12 સપ્ટેમ્બર અને 13 સપ્ટેમ્બરના દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ગાજવીજ તથા 30-40 કિમી પ્રતિ કલાક