ચાઈનીઝ/પ્લાસ્ટીક દોરીનુ ગેરકાયદેસર વેચાણ કરતા એક ઈસમની અટકાયત કરતી આડેસર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં આગામી સમયમાં મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને ચાઈનીઝ/પ્લાસ્ટીક દોરીના ઉપયોગના લીધે માણસો તથા પશુ-પક્ષીના જાનનું જોખમ રહેલો હોવાનુ જાણવા છતા દોરીનું વેચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ,જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઈ.શ્રી જે.બી.બુંબડીયા સાહેબ, ૨ા૫૨ સર્કલ રાપર નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં આવેલ દોરી પતંગોની દુકાનો ચેક કરવા માટે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમ્યાન પલાસવા ગામમાં આવતા ખાનગી રાહે માહિતી મળેલ કે, હસમુખભાઈ બબાભાઇ ઉમટ,રહે.પલાસવા વાળો પલાસવા ગામમાં આવેલ પગવાળા ચોકમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે.જે માહિતી આધારે પત્રવાળા ચોકમાં જઈ ચેક કરતા તેની પાસેથી  મુદ્દામાલ મળી આવતા તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. – કબજે કરેલ મુદામાલ :- (૧) ચાઇનીઝ/પ્લાસ્ટીકની દોરી(ફીરકી) નંગ-૦૭ જે ફિરકીની કિ.રૂ.300/- લેખે એમ કુલ કિ.રૂ.૨૫૦૦/- આરોપી:- (૧) હસમુખભાઈ બબાભાઈ ઉમટ,ઉ.વ.૩૬,રહે.પલાસવા,તા.રાપર    

   આ કામગીરી પો.સ.ઈ. બી.જી.રાવલ તથા પો.હેડ.કોન્સ.દિલીપભાઇ મણીલાલ તથા ચંન્દ્રકાંન્ત ગણપતલાલ તથા પો.કોન્સ. ઈશ્વરભાઈ અમરાભાઈ તથા મુકેશજી બાબુજી તથા રામગર મોહનગર વિગેરે નાઓએ કરેલ.