પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનુ ગે૨કાયદેસ૨ વેચાણ ક૨તા ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી,ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગાડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વા૨ા હાલે મકરસંક્રાતિ પર્વ નિમિત્તે જીલ્લામાં ગેરકાયદેસ૨ રીતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કાર્યવાહિ કરવા આપેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમને મળેલ બાતમી આધારે ખોડીયાનગર ગાંધીધામમાં રહેતા સુનિલ કિશન દેવીપુજકે પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં પાસ પરમીટ વગર ગે.કા રીતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેલીન મોનો(WELYN mono)રાખી જીલ્લા મેજી સા ભુજ-કચ્છના જાહેરનામા નં.મેજી/પોલ-૧/મકરસંક્રાંતિ/જાહેરનામુ/૦૧/૨૩ તા.૦૪/૦૧/૨૩ વાળા જાહેરનામાનો ભંગ કરી ચાઇનીઝ દોરી/માંઝાની રીલ/ફીરકીઓ વેચાણ અર્થે -૨ાખી પકડાઇ જતા તેમના વિરુધ્ધ આઈ.પી.સી.કલમ ૧૮૮ મુજબ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી સારૂ ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટ સોંપવામાં આવેલ.
પકડાયેલ આરોપીઃ- સુનિલ કિશન દેવીપુજક ઉ.વ.૨૯ ૨હે. ખોડીયાનગ૨ ગાંધીધામ પકડાયેલ મુદ્દામાલની વિગતઃ- (૧) ચાઇનીઝ દોરી/માંઝાની રીલ/ફીરકીઓ નંગ ૧૭ કિ રૂ.૧૦૨૦૦/- (૨) આધાર કાર્ડની નકલ-૧ કિ.રૂ 00/00 કુલ્લ કિ.રૂ.૧૦૨૦૦/- નો મુદ્દામાલ હતો.
ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી પો.ઇન્સ.શ્રી એસ.એન.ગડુ તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ