રાપર તાલુકાના સુવઈ ગામ અંબાજીના મંદિરમાંથી તસ્કરો દ્રારા દાનપેટી તેમજ પાંચ લીટર ધીનો ડબો ચોરી જવાયો

રાપર તાલુકામાં સુવઈ ગામે આવેલા અંબાજીના મંદિરમાંથી તસ્કરી દ્રારા ધોળા દિવસે દંપેટીને ચોરી જવાઈ હતી. હવેટો તસ્કરો ભગવાનને પણ નથી મુક્તા આ તસ્કરોને તો હવે જાણ પોલીસની પણ બીક નથી તેમ ધોળા દિવસે તસ્કરી કરી રહ્યા છે. આ દરમ્યાન મંદિરમાં પડેલા ધીનો પાંચ લીટરનો ડાબો પણ ઈથવી ગયા હતા. તસ્કરો મંદિરનું તાળું તોડીને અંદર પ્રવેસ્યા હતા. અને ત્યારબાદ દંપેટીમાં રહેલી ચાર હજારની રોકડ તેમજ પાંચ લીટર ધીનો ડબો સહિત સાળા પાંચ હજાર રૂપિયાની માતાનો સફાયો કરી તસ્કરો નાસી છૂટયા હતા. આની મંદિરના ટ્રસ્ટીઓને જાણ થતાં તેઓને પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસ દ્રારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે.