ગાંધીગ્રામ ગરીબો પાસેથી પૈસા ઉધરાવા બાબતે અરજી કરતાં રમેશભાઈ આહિરને પાઇપ વડે માર માર્યો
પ્રવિણ ચાવડા વિરૂધ્ધ શરૂઆત કરી’તી : તેની બહેન સોનલ તથા બીજી યુવતીઓએ પાઇપથી બેફામ માર માર્યો રાજકોટ: ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં રહેણાક અને બોલેરોના ફેરા કરતાં રમેશભાઈ મેરભાઈ મકવાણા નામના આહિર યુવાનને મકાન નજીક હતા. ત્યારે પાડોશી સોનલબેન ચાવડા અને બીજી યુવતીઓએ પાઈપથી માર માર્યો હાથ-માથામાં ઇજાઓ પહોચી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રમેશભાઈ કહેવા અનુસાર મકાન પાસે રહેતા સોનલ ચાવડાના ભાઈ પ્રવિણ ચાવડા ખુલ્લા પ્લોટમાં રહેણાક અને મુર્તિ બનાવતા ગરીબ વ્યક્તિ પાસેથી ઉધરાણી કરતો હોઈ તેના વિરૂધ્ધ પોલીસ કમિષ્નરને લેખિત શરૂઆત કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ બાબતનો ખર રાખી પ્રવિણના બહેન સોનલબેન સાહિતે હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીની ટીમે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.