આદિપુર બસ-સ્ટેશનમા પાર્ક કરેલ બાઈક ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

આ અંગે ફરિયાદ નોંધાવતાં જીવણભાઇ હમીરભાઈ યાદવે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા-8-1ના સવારના આઠેક વાગ્યાના અરસામાં તેમના પિતાજીને કામ અર્થે ભુજ જવાનું હોઈ પોતાની હોન્ડા કંપનીની કાળા કલરની GJ-12-AQ-3732 બાઈક આદિપર બસ સ્ટેશનમા પાર્ક કરી ભુજ ગયેલ હતા. ત્યારબાદ રાત્રિના આશરે સાડા આઠ વાગ્યે ફરિયાદીના પિતાજી ભુજથી પરત ફરતા પાર્ક કરેલ બાઈક પાર્ક કરેલ સ્થળ પર જોવા મળ્યું ન હતું. ત્યારબાદ બાઈક અંગે આસપાસ શોધખોળ કરતાં બાઈક ન મળી આવતા બાઈક ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઘટના 8-1ના સવારે સાડા આઠથી રાત્રિના સાડા આઠ દરમિયાન બની હતી. પોલીસે અજાણ્યા બાઈક ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.