મેઘપર બોરીચીમાથી 17025ના દારૂ સાથે 1 આરોપી ઝડપાયો: 1 ફરાર

અંજાર પોલીસ સ્ટેશન પુર્વ-કચ્છ ગાંધીધામે દરોડો પાડી 17025નો દારૂ ઝડપ્યો.

અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલ જશદીપ કા ઢાબા પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સાઈનાથ સોસાયટીમાં મકાન નં. 41માં રહેતો વિજય મણકા પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી હાજર મળી આવેલ આરોપી વિજય ભુરાલાલ શિયાળીયાની અટકાયત કરી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતાં વિદેશી દારૂની 40 બોટલો કિ.રૂ.15,225 તથા 18 ક્વાટરિયા કિ.રૂ.1800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે ઝડપાયેલા આરોપીની આ અંગે પૂછતાછ કરતાં પોતે આ દારૂ સામખિયારીમાં રહેતા ભાવેશ રાયધન મણકા પાસેથી લીધું હોવાની કેફિયત આપી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી ક્વાટરિયા તેમજ દારૂની બોટલો મળી કુલ.કિ.રૂ.17025નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.