સામખીયારી માળીયા હાઈવે પર ટ્રેઈલર અને બોલેરો વચ્ચે અકસ્માત

સામખીયારી માળીયા હાઈવે રોડ પર આવેલ કટમાથી અચાનક યુ-ટર્ન લઈ ટ્રેઈલર ચાલકે બોલેરોને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ અંગે લક્ષ્મણભાઈ બાબુભાઈ દાતણિયાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.13-1ના તેઓ સામખીયારીથી માળીયા તરફ જતાં હાઈવે રોડ પર આવેલ હોટલ સહયોગની સામે રોડ પર આવતા કટમાથી GJ-12-BZ-3145ના ટ્રેઈલર ચાલકે પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીની માલીકીની GJ-12-BT-7304 બોલેરોને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જી ટ્રેઈલર ચાલક નાસી ગયો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સામખીયારી પોલીસે ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.