મેધપર કુંભારડીની સોસાયટીમાં એક ઘરમાંથી રૂ. 40,600 ની મતાની તસ્કરી

અંજાર તાલુકાનાં મેધપર કુંભારડીમાં આવેલી ગોકુલ રેસિડેન્સીમાં એક બંધ ઘરના તાળાં તોડી ધોળા દિવસે આરોપીઓએ તેમાંથી તરુ. 40,600ની મતાની તફડંચી કરી હતી. મેધપર કુંભારડીની ગોકુલ રેસિડેન્સીમાં રહેણાક આશુતોષકુમાર આનંદકુમાર સિંધે આ બાબતે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવાઈ હતી. ગત સાંજના અરસામાં આરોપીઓએ તેમના બંધ ઘરમાં ખાતર પાડ્યું હતું. પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, આરોપીઓએ તેમના બંધ ઘરના તાળાં તોડી અંદર ધૂસી બેડરૂમમાં રહેલા લોખંડનો કબાટની તિજોરી ગમે તે રીતે ખોલી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ  રૂ. 600 એમ કુલ રૂ. 40,600 ની મતાની તસ્કરી કરીને નાસી છૂટયો હતો. પૂર્વ કચ્છમાં વધુ  એક ઘરફોડ તસ્કરીના કારણે લોકોમાં ભયની લાગણી સર્જાઈ હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *