માંડવી શહેરમાં બાઇકની ચોરી

માંડવી શહેરમાં નવાપરા વિસ્તારમાં સલાટ ચોક ખાતે રહેતા દીપક મનસુખલાલ વાસાણીની રૂ. 42 હજારની કિંમતની બાઈકની તસ્કરી થયાની ફરિયાદ પોલીસમાં દાખલ કરાઇ છે. આ બાબતે દાખલ કરાયેલી ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે ગત બપોરે શ્રી વાસાણીના મકાન પાસેથી તેમની આ સુઝુકી કંપનીની બાઇક કોઈ આરોપી તસ્કરી કરી ગયા હતા. માંડવી પોલીસે ગુનો દાખલ કરીને આગળની તજવીજ હાથ ધરી છે.