અબડાસાના મોથાળા ત્રણ રસ્તે કંપનીમાં ટ્રેકટર કામે ન લગાડતા બાબતે ચાર શખ્સે કર્યો હુમલો
અબડાસાના મોથાળા ગામ પાસે ત્રણ રસ્તા ખાતે જેટકો કંપનીમાં ટ્રેકટર કામે ન લગાડવાની બાબતે કંપનીના મૂળ રાજસ્થાનના રહેવાસીની રણવીરસિંગ સિકંદર સિંગ જાટ ઉપર ચાર આરોપીએ લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. ગત સાંજે બનેલા આ બનાવ અંગે નિરૂભા બટુકસિંહ જાડેજા અને તેની સાથેના ત્રણ અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધવાઇ હતી. શખ્સે જેટકો કંપનીમાં ટ્રેક્ટર કામે લગાડવાની માંગ કરી હતી. પણ ફરિયાદીએ જગ્યા ન હોવાનું જણાવી આ માટે ના પાડતા હુમલો કરાયો હતો. તેમ ફરિયાદમાં નોંધવાયું છે. નલિયા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.