ભુજ એલ.સી.બી.એ જુગાર રમતા 4 જુગારીઓને ઝડપ્યા, 4 પલાયન
ભુજ એલ.સી.બી. પોલીસ દયાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માતાનામઢ મધ્યે પહોચતા તેઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, માતાનામઢ થી દોલતપર તરફ જતાં રોડની ડાબી બાજુમાં આવેલ તુલસી ફાર્મની પાછળ બાવાળોની ઝાડીમાં અમુક શખ્સો ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે 4 શખ્સો બાવળોની ઝાડીનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યા રહ્યા હતા. પોલીસે 17,400 રોકડા રૂપિયા, 5 મોબાઈલ ફોન કિ.રૂ.5000 , 4 બાઇક કિ.રૂ. 90,000 મળી કુલ કિ.રૂ.1,32,400નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- મામદ ઓસમાણ કુંભાર ઉ.વ. 40, રહે, માતાનામઢ
- અનવર ઈસ્માઈલ કુંભાર ઉ.વ. 24, રહે, માતાનામઢ
- ઉમર જાકબ નોડે ઉ.વ. 32, રહે, વિગોડી
- અલીફ જાકબ કાધી ઉ.વ. 33, રહે, વિગોડી
ફરાર આરોપીઓ:
- રફીક અબ્દુલ માંજોઠી રહે, માતાનામઢ
- મુબારક હુસેન કુંભાર રહે, વિગોડી
- પ્રવીણનાથ દેવનાથ નાથબાવા રહે, વિગોડી
- ઈલીયાસ જાકબ લાંગાય રહે, દેશલપર